New TATA Nexon Facelift Version 2023

 TATA Nexon Facelift Version 2023 : નમસ્કાર મિત્રો, ટાટા કંપની દ્વારા તાજેતરમાં સૌથી સફળ કોમ્પેક્ટ એસયુવી નેક્સોનનું ફેસલિફ્ટ વર્ઝન રજૂ કર્યું છે. જે તારીખ 14 સપ્ટેમ્બર એ લોન્ચ થવાની છે. આ કારના ફીચર્સ અને ડિઝાઇન કંપની દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ટાટા Nexon માં સુધારેલ આંતરિક અને વધારાના ફીચર્સ આપવામાં આવ્યા છે, જે આ ટાટાની સૌથી વધુ વેચાતી એસયુવીને વધુ આકર્ષક બનાવે છે.

TATA Nexon Facelift Version 2023 | નવું ફેસલિફ્ટ વર્ઝન

કારનું નામ TATA Nexon
લોન્ચ તારીખ 14 સપ્ટેમ્બર 2023
અપડેટ Facelift Version 2023

TATA Nexon નવું ફેસલિફ્ટ વર્ઝન : ટાટાની આ કારમાં નવી ડિઝાઈન કરાયેલ ડીઆરએલ, હેડલાઈટ્સ અને ફ્રન્ટ સેક્શનને કારણે નવો નેક્સોન એકદમ આકર્ષક લાગે છે. જેમાં નવી વ્હીલ ડિઝાઇન સાથે બાય-ફંક્શનલ LED હેડલેમ્પ્સ સાથે સુધારેલું ફ્રન્ટ બમ્પર મળે છે. આ ઉપરાંત પાછળના ભાગમાં નવી બમ્પર ડિઝાઇન અને નવી ટેલ લેમ્પ્સ છે, જે કનેક્ટેડ છે. કલરની વાત કરીએ તો નવી Tata Nexon ફેસલિફ્ટ છ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે જેમાં જાંબલી, વાદળી, ગ્રે, ડાર્ક ગ્રે, સફેદ અને લાલ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

TATA Nexon Facelift Version 2023 માં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ SUV માં નવા ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ટચ-ઓપરેટેડ FATC પેનલ, JBL સ્પીકર્સ, 10.25-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઊંચાઈ-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ, વેન્ટિલેટેડ સીટો, વાયરલેસ ચાર્જિંગ, સનરૂફ, રીઅર એસી વેન્ટ્સ, કનેક્ટેડ કાર ટેક જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, EBD સાથે ABS, રિવર્સિંગ કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ, ISOFIX સીટ એન્કર, બધા માટે 3-પોઇન્ટ સીટબેલ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઓટો-ડિમિંગ રીઅરવ્યુ મિરર પણ મળે છે.

અન્ય નવા ફીચર્સ

TATA Nexon Facelift Version માં ઘણા નવા ખાસ ફીચર્સ જોવા મળે છે જેની માહિતી નીચે મુજબ છે.

  • TATA Nexon માં 1.2-લિટર પેટ્રોલ એન્જિન (118bhp) મળશે, જે 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ AMT અને 7-સ્પીડ DCT ગિયરબોક્સ વિકલ્પો સાથે આવશે.
  • TATA Nexon માં એન્જિન 1.5-લિટર ડીઝલ એન્જિન (113bhp) હશે, જે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ AMT ગિયરબોક્સ વિકલ્પો સાથે આવશે. તેનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ લોન્ચ કરવામાં આવશે.

Leave a Comment