PMMSY : નમસ્કાર મિત્રો, આજે આજે અમે તમને “રેફરીજરેટેડ વાહન સહાય” વિશેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના હેઠળ રેફરીજરેટેડ વાહન સહાય માટે 8 લાખ રૂપિયા સુધીની સબસીડી મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત શું લાભો મળે છે? કેટલી સબસીડી મળવાપાત્ર છે અને આ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
રેફરીજરેટેડ વાહન સહાય – PMMSY
યોજનાનું નામ | રેફરીજરેટેડ વાહન સહાય યોજના |
યોજના વિભાગ | પ્રધાનમંત્રી મત્સ્યસંપદા |
યોજનાનો હેતુ | લાભાર્થીઓ ને રેફ્રીજરેટર વ્હીકલ પ્રદાન કરવાનો |
મળવાપાત્ર સહાય | રુ.૧૦.૦૦ લાખની સહાય અથવા ખરેખર ખરીદીના ૪૦ ટકા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/06/2023 |
આ યોજનાની મંજુરી માટે ભારત સરકારશ્રી દ્રારા અમલી પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના (PMMSY) અંતર્ગત રેફરીજરેટેડ વાહન સહાય ઘટક તળે ઓનલાઈન i khedut portal પર અરજી કરવાની રહેશે. લાભાર્થીએ ખરીદી તેમજ કામગીરીના પાકા બિલો, વાઉચરો,પહોંચો તમામ અસલમાં ક્લેઈમ સમયે(નાણાકીય મંજુરી) જિલ્લા કચેરી ખાતે રજુ કરવાના રહેશે. આ યોજના તળે કામગીરી આપના દ્વારા તૈયાર કરેલ સ્વનિર્મિત પ્રોજેક્ટ (self content Project) મુજબ કરવાની રહેશે.
મહર્વપૂર્ણ તારીખો:
અરજી ફોર્મ શરુ થયાની તારીખ: 01/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ: 30/06/2023
રેફરીજરેટેડ વાહન સહાય યોજના હેઠળ મળતા લાભો
લાભાર્થીએ રેફ્રીજરેટર વ્હીકલ યુનિટ કોસ્ટ ૨૫.૦૦ લાખની સામે જનરલ કેટેગરી માટે ૪૦ ટકા સહાય એટલે કે રુ.૧૦.૦૦ લાખની સહાય અથવા ખરેખર ખરીદીના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય જનરલ કેટેગરી લાભાર્થીને મળવાપાત્ર થાય છે. મહીલા અને એસ.ટી./એસ.સી કેટેગરીના લાભાર્થી માટે ૬૦ ટકા એટલે કે રુ.૧૫.૦૦ લાખની સહાય અથવા ખરેખર ખરીદીના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મહીલા અને એસ.ટી./એસ.સી કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર થાય છે. મળવાપાત્ર સહાયમાં ૬૦% કેન્દ્ર સરકારનો અને ૪૦% રાજ્ય સરકારનો ફાળો રહેશે.
જરૂરી દસ્તાવેજો
જોડાણ (અરજી સાથે)
- બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ/ બેંક સ્ટેટમેન્ટની નકલ/કેન્સલ ચેકની નકલ (ખાતાં નંબર અને IFSC કોડ વંચાય તે મુજબનાં પેજની નકલ)
- રેશનકાર્ડ (લાગુ પડતું હોય તો)
- લાભાર્થીનો ફોટો / અરજદાર સહકારી મંડળી કે સંસ્થા હોય તો તેમના પ્રમુખનો ફોટો
- આધાર કાર્ડ (આધારકાર્ડની આગળ-પાછળ બન્ને બાજુનો ફોટોગ્રાફ)
- પ્રોજેક્ટ રીપોર્ટ ( DPR )
- ઓથોરાઇઝ્ડ ડીલરનું કવોટેશન (વાહન અને કન્ટેઈનરનું ક્વોટેશન)
- છૂટક /જથ્થાબંધ માછલી વેચાણ/ પગડીયા માછીમારનું લાયસન્સની નકલ
જોડાણ (દાવા સાથે)
- ખરીદ કરવામાં આવેલ સામગ્રીનું જી.એસ.ટી. વાળું ઓથોરાઇઝડ ડીલરનું બીલ (નિયત સ્પેસીફીકેશન મૂજબનું)
- ખરીદ કરવામાં આવેલ સંપૂર્ણ રેફ્રીજરેડેટ વાનનો લાભાર્થી સાથેનો ફોટો
- અરજદાર દ્વારા જે ચૂકવણું કરવામાં આવેલ હોય તે અંગેની પહોચ
રેફરીજરેટેડ વાહન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ Google પર જઈ “ikhedutgujarat” સર્ચ કરો.
- i ખેડૂત વેબસાઇટ ખોલ્યાં બાદ “યોજના” વિકલ્પ પર ક્લિક કરો.
- યોજના પર ક્લિક કાર્ય બાદ નીચે આપેલ “મત્સ્ય પાલન ની યોજનાઓ” પર ક્લિક કરો.
- મત્સ્ય પાલન ની યોજનાઓ ખોલ્યાં બાદ “રેફરીજરેટેડ વ્હીકલ (PMMSY)” પર ક્લિક કરો.
- હવે “અરજી કરો” પર ક્લિક કરો.
- ખેડૂત દ્વારા સંપુર્ણ માહિતી ભરાઈ ગયા બાદ “સેવ કરો” પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લી વાર ચોકસાઈ પૂર્વક સંપુર્ણ ભરેલી માહિતી તપાસી લેવી, એક વાર અરજી કન્ફર્મેશન થયા બાદ કોઈ ફેરફાર કે સુધાર થશે નહિ.
- દરેક ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજી પ્રિન્ટ મેળવી લેવી.